ગ્રીનર્જી

હરિયાળી અસરની સુવાસ છોડો
તમારા જુસ્સાને અમારા
વ્યવસાય સાથે જોડો.

કરીઅર

અમે દૃઢપણે માનીએ છીએ કે અમારો વ્યવસાય એ મધર નેચર પર હરિયાળી અસર કરવા માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ છે અને સાથે મળીને, અમે લોકોને, વ્યવસાયો, સંસ્થાઓને વધુ સસ્ટેનેબલ બનાવવામાં મદદ કરી શકીએ છીએ. અમારો વિચાર એ છે કે આપણે આપણા ગ્રહ-પૃથ્વીને હતી  તેના કરતા વધારે હરિયાળી બનાવવી. શું તમે આ પગલું ભરવા અને સાથે સાથે લાભદાયી કારકિર્દી બનાવવા માટે તૈયાર છો?

અમારી સાથે જોડાઓ

અમારી સંસ્કૃતિ

એક સમયે એક છત પર કામ કરી, સમાજને લીલુંછમ બનાવવામાં મદદ કરવા માટે તત્પર સમાન માનસિકતા વાળી પ્રોફેશનલ ટીમમાં જોડાઓ. અમે માનીએ છીએ કે જીવનમાં આપણે કાં તો નિષ્ફળ જઈએ છીએ અથવા કંઇક નવું શીખીએ છીએ. જીવન એ શીખવાની સફર છે અને અમે એવા અનુભવોથી પ્રોત્સાહિત થઇ વિકાસ અને નવીનતા તરફ આગળ વધીએ છીએ. Renevik.com એ એક કાર્યસ્થળ છે જે સર્જનાત્મકતા, જવાબદારીને પ્રોત્સાહન આપે છે અને ટીમના સભ્યોને આગળ વધવામાં મદદ કરવા હંમેશા તૈયાર હોય છે.

પ્રતિબદ્ધતા

રેનેવિક સમાજને હરિયાળું બનાવવામાં અને તેના કર્મચારીઓને સારી જીવનશૈલી આપવા માટે પ્રતિબદ્ધ છે. અમે સંશોધન કરતી વખતે અને સોલાર ઇન્સ્ટોલેશનની સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન ઘણા પડકારો અને મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. અમને આખરે એક પ્રક્રિયા મળી જેમાં અમે દરેક પાસાં પર ઝીણવટપૂર્વક ધ્યાન આપીએ છીએ જે સ્થળને માપવા અને વિશ્લેષણ કરવાથી લઈને દરેક બાબત માટે ખાતરીપૂર્વક સંપૂર્ણ રીતે તૈયાર છીએ. અમારી પ્રક્રિયામાં અમારા ગ્રાહકોને સંપૂર્ણતાથી કશું ઓછું પહોંચાડવામાં માનતા નથી. આ માટે માનવીય કુનેહ તેમજ ટેક્નોલોજીની મદદથી વિશ્લેષણ પણ હાથ ધરવામાં આવે છે.

વિશ્વસનીયતા

રેનેવિક એક અત્યંત પ્રતિષ્ઠિત વિકાસ આર્ય ગ્રુપનો એક ભાગ છે. વિવિધ ઉદ્યોગોમાં વૈવિધ્યસભર વ્યાપાર કરતા વિકાસ આર્ય ગ્રુપનું સૌથી નવું સોપાન એટલે રેનેવિક. ગ્રૂપના વિઝન પ્રમાણે જીવતા, રેનેવિકને દાયકાઓના ઔદ્યોગિક અનુભવનો સાથ છે અને તે સ્વચ્છ, હરિયાળા સમાજના સમાન દ્રષ્ટિકોણ દ્વારા સંચાલિત છે.

રેનેવિકમાં જીવન

ટીમ રેનેવિક કાર્ય અને પારિવારિક જીવનના સંપૂર્ણ સંતુલનમાં માને છે. અમે સુનિશ્ચિત કરીએ છીએ કે અમારી ટીમ નિયમિત રીતે ફરવા જાય, મનોરંજક વાતાવરણમાં રહે, નિખાલસતા અને પ્રમાણિકતા સાથે કાર્ય કરવા સારી રીતે પ્રેરિત અને કેન્દ્રિત છે. રેનેવિકમાં તમને શીખવાની સાથે સાથે આનંદનો અનુભવ કરાવવાની ખાતરી આપીએ છીએ!

પીક પરફોર્મન્સ સ્ટ્રેટેજિસ્ટ

એક સારો વિચાર પ્રગતિ તરફ દોરી જાય છે. અમારા પીક પર્ફોર્મન્સ સ્ટ્રેટેજિસ્ટ સંજના આર્યા આ બાબતમાં દૃઢપણે વિશ્વાસ ધરાવે છે. જ્યારે તમે અમારી ટીમનો ભાગ બનો છો, ત્યારે તમને અમુક સ્કીલ અને ટેકનોલોજી વિકસાવવા માટે તાલીમ આપવામાં આવે છે જે તમને તમારી શ્રેષ્ઠ ક્ષમતાઓ માટે, તમારા પરફોર્મન્સને ઑપ્ટિમાઇઝ કરવામાં મદદ કરશે. અમારું મુખ્ય ધ્યેય સમાજમાં પરિવર્તન લાવવાનું છે અને તે ત્યારે જ શક્ય થાય જો અમારી ટીમના સભ્યો સંસ્થામાં પરિવર્તન લાવશે. વર્ક સ્ટ્રેસ હોય, પર્ફોર્મન્સની ચિંતા હોય કે અન્ય કોઈ મુશ્કેલી હોય, અમારા સ્ટ્રેટેજિસ્ટ તમને પાવર પોશ્ચર, હોર્સ રનિંગ જેવી સરળ પ્રવૃત્તિઓથી આ બધું ઠીક કરવામાં મદદ કરશે. અમે ફક્ત તમારું પરફોર્મન્સ વધારવામાં જ મદદ નથી કરતા પરંતુ અમે અમારી ટીમના દરેક સભ્યના વ્યક્તિત્વને સંપૂર્ણ રીતે વધારવા ઈચ્છીએ છીએ.

અમારી સાથે જોડાઓ

“તમારી ઇચ્છાશક્તિ, ભવિષ્યની આગાહી કરવા માટેની સૌથી સચોટ રીત છે”

વિકાસ આર્યા ગ્રુપની ચેમ્પિયન ટીમમાં જોડાવા માટે નીચે આપેલા 13 પ્રશ્નોના જવાબો આપો: