પૃથ્વીને એક સુંદર અને તંદુરસ્ત ગ્રહ બનાવવાનો દ્રષ્ટિકોણ અમને જુસ્સો અને બળ આપે છે. રેસીડેન્શીયલ, કોમર્શીયલ અને ઔદ્યોગિક ક્ષેત્રો માટે સોલાર એનર્જી સોલ્યુશન્સ માટે અમે Renevik.com વન-સ્ટોપ સોલ્યુશન છે.
અમારો ધ્યેય શ્રેષ્ઠ ગ્રાહક સેવા અને ઉચ્ચ-ગુણવત્તાવાળા ઉત્પાદનો પ્રદાન કરવાનો છે, અને અમારી કંપનીનું કલ્ચર “ગ્રીનર્જેટિક” છે. અમે આશા રાખીએ છીએ કે તમે અમારી સાથે જોડાશો અને રેનેવિકને સુખ, આનંદ અને ઉત્સાહ સાથે શેર કરશો.
પછી ભલે તમે પર્યાવરણવાદી હો કે સસ્ટેનેબલ જીવન જીવવા માટે તૈયાર જવાબદાર નાગરિક હો, ચાલો આપણે એક કપ ‘ગ્રીન’ ચા સાથે જોડાઈએ!
અમારી ટીમ રેનેવિક વિઝન અને નીતિ સાથે બંધાયેલ વ્યાવસાયિક પરિવાર છે. અમે વિવિધતાને ઉજવીએ છીએ અને સ્વીકારીએ છીએ. અમે માનીએ છીએ કે આમ પ્રેરણાદાયક સંસ્કૃતિનું બીજ વાવી શકાય અને અમારું શ્રેષ્ઠતમ પ્રદાન તેનું પરિણામ છે.
સાકેત અમારા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે. તે કંપની માટે ઓપરેશન્સ વિઝન, વૃદ્ધિની સરવાણી અને નાણાકીય કામગીરીના ઉદ્દેશ્યો નક્કી કરે છે.
આર્થિક વિકાસને સસ્ટેનેબીલીટી સાથે સંતુલિત કરવા માટે પર્યાવરણ પરિવર્તન માટેની અમારી લડાઈમાં સૌર ઊર્જાને ભારતની વિશાળ સૌર-ઊર્જા ક્ષમતાનો ઉપયોગ કરવાની તક તરીકે સાકેત જુએ છે. સાકેત વિશ્વ બજારોની સ્થિતિનું બારીકીથી નિરીક્ષણ કરે છે અને સ્ક્વોશની રમત તેનો શ્વાસ છે.
રાશી અમારા ચીફ ઓપરેશન ઓફિસર તરીકે સેવા આપે છે. રાશીની વ્યૂહરચના, અમારા વિઝનને ચલાવવા માટે તેમજ સલામત અને વિશ્વસનીય અમલીકરણ, ડ્રાઇવિંગ એફિસિઅન્સિને પ્રોત્સાહન આપતું નેતૃત્વ પ્રદાન કરવા માટે અમારું સુકાન સંભાળે છે. તેમણે યુનાઇટેડ કિંગડમની લેન્કેસ્ટર યુનિવર્સિટીમાંથી બિઝનેસ મેનેજમેન્ટમાં બીએસસી (હોન.) કર્યું છે.
રાશી સમાજ માટે સસ્ટેનેબીલીટી અપનાવવા માટેનો માર્ગ મોકળો કરવા ઊર્જા-કાર્યક્ષમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
Renevik.com પર, અમારા મૂળભૂત મૂલ્યો માત્ર શબ્દો નથી પરંતુ અમારી જીવનશૈલી છે. અમે જે કરીએ છીએ તેના માટે તે માત્ર કેન્દ્ર નથી પરંતુ તેઓ અમારો માર્ગદર્શક પરિબળ છે,આધાર છે. અમારા ગ્રાહકો સાથેની વાતચીત હોય, અમારા કર્મચારીઓ સાથેની વાતચીત હોય અથવા અમારા વિક્રેતાઓ સાથેની ડીલીંગ હોય, અમારા મૂળભૂત મૂલ્યો અમને પ્રથમ સ્થાન અપાવે છે અને આ રીતે અમે બધા અલગ છીએ:
આ ટીમ અમારી ઓન-ફિલ્ડ ટીમ છે જે ખાતરી આપે છે કે ઇન્સ્ટોલેશન સૌથી ઝડપી, સલામત અને સૌથી અસરકારક રીતે થાય. તે ઉપરાંત, તેઓ ઉત્પાદનને વધુ સારું બનાવવા માટે અવિરત પ્રયત્નો કરે છે. તેઓ અમારા વિઝન અને મિશનના વહીવટકર્તા છે અને અમારી કંપનીની કરોડરજ્જુ સમાન છે.
અમે માનીએ છીએ કે ગ્રાહકો અમારી શ્રેષ્ઠ સંપત્તિ છે અને અમારી ગ્રાહક સેવા ટીમ દરેક ગ્રાહક ઉત્પાદનથી સંતુષ્ટ અને સંપૂર્ણ રીતે ખુશ રહે તેની ખાતરી કરવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરે છે. અમને લાગે છે કે અમારી ગ્રાહક સેવા ગ્રાહકની શ્રેષ્ઠ મિત્ર છે અને ગ્રાહક અમને કંઈ પણ સારું કે ખરાબ મુક્ત રીતે કહી શકે છે.
વધુમાં, સૌર સ્થાપન એક ચેલેન્જીંગ અને ગૂંચવણભરી પ્રક્રિયા હોઈ શકે છે. આ પ્રક્રિયાને અમારી ગ્રાહક સેવા ટીમ દ્વારા સીમલેસ અને પારદર્શક બનાવવામાં આવી છે જે દરેક ગ્રાહકને શરૂઆતથી અંત સુધી માર્ગદર્શન આપે છે. હકીકતમાં, અમે ગ્રાહકોને અમને સમયસર પ્રતિસાદ આપવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ જેથી અમારી પ્રોડક્ટ વધુ સારી બને અને તેમનો અનુભવ વધુ સારો રહે.
અમારા એકાઉન્ટ્સ અને એડમિન ટીમ સંસ્થાના દરેક પાસાઓનું સંચાલન કરવા માટે તત્પર છે. પૈસાની બાબતો હોય કે સંસાધનોનું સંચાલન હોય, એકાઉન્ટ્સ અને એડમિન પુરા ઉત્સાહ સાથે કાર્ય કરે છે. તેઓ એ સુનિશ્ચિત કરવાનો પણ પ્રયત્ન કરે છે કે ખર્ચવામાં આવેલ દરેક પૈસો અસરકારક રીતે અને સંપૂર્ણ આયોજન સાથે ઉપયોગમાં લેવાય.
સ્ટોર્સ અને લોજિસ્ટિક્સ ટીમો ઇન્વેન્ટરી જાળવવામાં અને જરૂરી સામગ્રીની સુપરફાસ્ટ ડિલિવરી કરવામાં પણ મદદરૂપ છે. હરીફાઈથી વિપરીત કે જ્યાં પ્રોજેક્ટ સોંપાયા પછી જ સામગ્રી મેળવવામાં આવે છે, અમારી ટીમ પાસે તમામ ચાલુ પ્રોજેક્ટ્સને સુવિધા આપવા માટે પૂરતો સ્ટોક ઇન-હાઉસ ઉપલબ્ધ છે કે નહિ તેની ખાતરી કરવા માટે ચતુરાઈથી કામ કરે છે.
ભલે આપણે સૌર સોલ્યુશન પ્રદાતાઓ છીએ, આપણું ડીએનએ ટેક્નોલોજીમાં રહેલું છે. ઓનલાઈન ઓર્ડર મેળવવાથી લઈને, ઈન્વેન્ટરી મેનેજમેન્ટથી લઈને, પ્રોજેક્ટ મેનેજમેન્ટ સુધી, અમે ટેક્નોલોજી પર ભારપૂર્વક આધાર રાખીએ છીએ. અમારી ટીમે સુપરફાસ્ટ ડિલિવરીના વચનને પૂર્ણ કરવામાં અમને મદદ કરવા માટે એક મજબૂત IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે.
માર્કેટિંગ ટીમ તેમના માર્ગમાં આવતા દરેક પડકારને સ્વીકારવા માટે હંમેશા તત્પર હોય છે. તેઓ વિશ્વમાં અમારા પ્રયત્નોને વિસ્તૃત કરવામાં મદદ કરે છે અને અમારી સેવાઓ વિશેની માહિતીના પ્રચાર-પ્રસાર માટે સતત આયોજનપૂર્વક આગળ વધી રહ્યા છે.